પ્રેમ Love

  • કોઈ સમજી શકે તો એક વાત કહું - પ્રેમ એ ગુણ છે, ગુનો નથી.
  • કોઈ છોકરીને એના વ્યક્તિત્વથી વંચિત કરી નાખવી અને પોતાના વ્યક્તિત્વમાં ઓગાળી દેવી એનું નામ "પ્રેમ" છે.
  • પ્રેમ એ ઝીરોની આગળ મુકાયેલો એકડો છે.
  • પ્રેમનો અર્થ  એવો જરાય નથી થતો કે કોઈ વ્યક્તિ તમને એટલો જ પ્રેમ કરે જેટલો તમે એને કરો  છો ,પણ એનો અર્થ એવો થાય છે કે તમે જેટલો પ્રેમ કરી શકો એનાથી વધારે કરો.
  • જેણે કદી પ્રેમ કર્યો નથી , એ કદી જીવ્યો નથી.
  • ફક્ત પ્રેમભાવ કદી કોઈને સંતોષ આપી શકતો નથી,તમારે એને પ્રેમ કરવો પડે.
  • પ્રેમ એટલે સમસ્યાનું નિરાકરણ લાવવનો શ્રેષ્ઠ ઉપાય.
  • શું થઈ જતું હોય છે સંબંધોને ? માણસના જે ગુણ માટે તમે એને પ્રેમ કરો છો એ જ ગુણ સમય સાથે તમારા માટે પ્રશ્ન બની જતો હોય છે.
  • પ્રેમ હોય તો બધી વ્યક્તિ ,બધી સ્થિતિ અનુકૂળ બની જાય છે.
  • પ્રેમ ચંદ્ર જેવો હોય છે ,જયારે એ વધતો નથી ત્યારે ઘટતો હોય છે. 
  • પ્રેમ હીરો છે ,એના માટે ભાવતાલ કરશો નહીં.
  • યાદ યાદ બનીને રહે ત્યાં સુધી બહુ વહાલી લાગે છે. પણ જયારે એ યાદ એક ખાલીપો બનીને ચારે તરફ પડઘાવા લાગે ત્યારે ઘરની દિવાલો તમારી નજીક ખસવા માંડે છે.
  • પ્રેમનું પંખી બે પાંખો વડે ઉડે છે : ભાવના અને કલ્પના.
  • પ્રેમ એટલે કમિટમેન્ટ.
  • પ્રેમ અને મૃત્યુ બંનેને કોઈ રોકી શકતું નથી , ન આવતા ને ન જતાં.
  • જિંદગી ટુકડાઓમાં જીવતી નથી ,આંખે આખી જ જીવવી પડે છે. પળોની પસંદગી થઈ શકતી નથી , એ તો એક પછી એક ક્રમબદ્ધ આવતી જાય એમ જ સ્વીકારવી પડે છે.
  • પ્રેમ માટે આપેલો સમય સ્વર્ગના નિર્માણ માટે આપેલો સમય છે.
  • પ્રેમ વાદળ જેવો છે તેના આકારો બદલાતા રહે છે.
  • સમયનો એક સ્વભાવ છે, એ હંમેશા આગળની તરફ વહે છે અને આપણે એની સાથે જ વહેવું પડે છે.
  • પ્રેમ પર્સનલથી યુનિવર્સલ તરફની યાત્રા છે.
  • પ્રેમ દૂરદર્શક યંત્ર વડે જુએ છે ,જયારે ઈર્ષા સૂક્ષ્મદર્શક યંત્ર વડે.
  • પ્રેમ માત્ર ફૂલ અને ભમરાનો સંબંધ જ નથી , પણ પ્રેમ ફૂલ અને ડાળીનો  સંબંધ પણ છે.
  • દરેક વસ્તુ પોતાની ઋતુમાં સુંદર હોય છે.
  • ઈશ્વર પ્રેમ છે,એટલે જ જે પ્રેમમાં છે એ ઈશ્વરમાં વસે છે.
  • પતિ એવો હોવો જોઈએ જે સ્વામી નહિ,મિત્ર હોય.હાથમાં હાથ પરોવી શકે , સત્તા ચલાવવામાં નહિ, સાથે જીવવામાં.આજ્ઞાંકિત ઢીંગલી નહિ , મોંઘામૂલા મિત્ર હોય.
  • પ્રેમ ને હંમેશા આવકારો મળે છે ,  નફરતને હંમેશા જાકારો મળે છે.
  • પ્રેમથી  અશક્ય પણ શક્ય થઇ જાય છે.
  • પ્રેમ,આપણી તરસને ઉત્સવમાં ફેરવી નાખવાની શક્તિ ધરાવે છે.
  • પ્રેમ નો ખજાનો આપણી અંદર જ છે , બસ ભાવનાનું દ્વાર ખોલી નાખો.
  • પ્રેમ સ્વતંત્ર છે,પણ સ્વચ્છંદ નથી.
  • શંકા , ભાડુઆત હોય છે , પણ માલિકની જેમ વર્તે છે.

Comments

Popular posts from this blog

ગુજરાતી સુવિચાર Life Thought