ગુજરાતી સુવિચાર Life Thought

  • હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી કાના , હું માંગુ અને તું આપ એ વાત મને મંજુર નથી.

  • શસ્ત્રોના ઘા રૂઝાય જાય પણ શબ્દોનાં ઘા જીવનભર રૂઝાતા નથી. 
  •  માન સન્માન ના કરો તો ચાલશે સાહેબ , પણ ક્યારેય કોઈનું પણ અપમાન ના કરતાં. 

  • ઊંચાઈએ પહોંચવું મુશ્કેલ નથી , પરંતુ ઊંચાઈ પર ટકી રહેવું જ મુશ્કેલ છે.

  • જીભને બટકું ભરાય જાય તો રૂઝાય  જાય, પરંતુ  જો જીભ થી ભરાય જાય તો ક્યારેય કયારેય રૂઝાય નહિ.

  • કોઈ સાથે સંબંધો કેટલા પણ ખરાબ થઈ જાય તેને તોડીએ નહીં તો સારું કેમકે પાણી ગમે તેટલું ડોળુ હોય એનાંથી તરસ ન છીપાવી શકાય તો કંઈ નહીં પણ આગ તો ઓલવી જ શકાય.
  •  મોટાં માણસનાં અભિમાન કરતાં નાના માણસની શ્રધ્ધા ધાર્યું કામ કરી જાય છે.
  •  જો માત્ર અનુભવથી જ બધુ સમજમાં આવતું હોત ને તો આ દુનિયા મા હોશિયારી અને સમજદારી ની કોઈ કિંમત ત્ર  જ ના હોત.
  •   માણસનું અડધું સૌંદર્ય,સાહેબ તેની જીભમાં હોય છે.
  •  મુર્ખ લોકો પાસેથી વખાણ સાંભળવા કરતા, બુધ્ધીશાળી બુદ્ધિ લોકોનો ઠપકો સાંભળવો સારો.
  •  બીજું કંઈ શીખો કે ન શીખો પણ પોતાની લાગણી ક્યાં વ્યક્ત કરવી અને ક્યાં છુપાવવી એ જરૂર શીખવું જોઈએ.
  • જીવન નો સૌથી મહત્વનો પ્રશ્ન એક જ છે "આપણે ખુશ છીએ કે નહીં ?" બાકી લોકો તો એજ અપેક્ષા રાખશે કે આપણે લીધે બીજા ખુશ હોવાં જોઈએ.
  •   સ્ત્રી એટલે સવારનું એલામૅ અને રાતનો નાઈટલેમ્પ.વહેલી સવારનું ટીફીન અને અંતે દરવાજાનું તાળુ.
  • શાંતિની અનુભૂતિ કરવા ઈચ્છતા હોય તો ઈચ્છાને શાંત કરવી જરૂરી છે.
  • સારા જરૂર બનો પણ ક્યારેય સાબિત કરવાની કોશિશ ના કરો.
  • ફક્ત નામ જ નહીં પણ માન સાથે કોઈની જીંદગીમાં આપણું મહત્વ હોવુ એજ સંબંધ બાકી બધી  ઔપચારિકતા.
  •  નજરનું ઓપરેશન તો શક્ય છે પણ નજરિયાનું નહીં.
  • બહુ સરળ અને સાચી વાત: ગમી જઈએ બધાને એ પણ ક્યાં ગમે છે બધાને.
  • અન્યની ભુલોનો રોજમેળ રાખનારા, પોતાની ભુલોની કાચી ચિઠ્ઠી પણ રાખતા નથી.
  • માનવ સહજ સ્વભાવ :પસંદ કરે તો અવગુણ જોતો નથી અને નફરત કરે તો ગુણ જોતો નથી.
  • વિશ્વમાં પ્રેમ કરવા લાયક બે વસ્તુ છે:એક દુખ અને બીજો શ્રમ,દુખ વિના હ્દય નિર્મળ થતું નથી અને શ્રમ વિના મનુષ્યત્વ નો વિકાસ થતો નથી...
  • આ સમયમાં કોઈ કોઈને પ્રાથમિકતા આપે તો એ પણ એક નવરાશ સમજી લેવાય છે.
  • ધારેલા પૈસા કમાઇ લો,તો સફળતા કહેવાય અને જ્યાં પણ જાવ ઓળખાણ ના આપવી પડે એને સિધ્ધી કહેવાય.
  • ફુલ કેટલું પણ સુંદર હોય વખાણ તો એની સુગંધ ના હિસાબે જ થાય છે માણસનું પણ કંઈક એવું જ છે.
  • સંબંધ ગમે તેટલો મજબૂત હોય સમય એમને એક વાર હચમચાવવા ની કોશિષ જરૂર કરે છે.
  • જતું કરનાર ડરપોક નથી હોતો એ તો એક આવડત કહેવાય દરેક સંબંધ સાચવવાની.
  •  આ સુખનું રટણ જ બીજાનું દુખ વધારે છે.
  •  કોઈનાં વગર કશું અટકતું નથી પણ અઘરું ચોક્કસ બની જાય છે એ પછી સંબંધો  હોય, જરૂરિયાત હોય કે પછી કાર્ય હોય.
  • ધંધો સાચવવા લોકોની માંગણીઓ અને સંબંધ સાચવવા લોકોની લાગણીઓને સમજવી જ પડે.
  •  ખરાબ સમય હંમેશા ખરેખર આપણું કોણ છે બસ એમની ઓળખ આપવા જ આવે છે.
  • ક્યારેક સીધી લીટી જેવું જીવન જીવનારના વખાણ ત્યારે થાય જ્યારે એ સીધી લીટી કાડિયોગ્રામમા દેખાય.
  • બીજી વ્યક્તિ આપણા પર વિશ્વાસ મૂકી શકે એ પણ જીવનની એક સફળતા છે.
  • કિંમત ના હોય ત્યાં વહેચાવુ નહિ અને કદર ના હોય ત્યાં ઘસાવુ નહિ.
  • ઉંમરના પ્રમાણે ત્વચાની કરચલીઓ ચલાવી લેવી પણ વિચારોને ઈસ્ત્રી જરૂર કરવી.
  • પંખી તેના પગનાં લિધે ફસાય છે અને માણસ એની જીભનાં કારણે.
  • વિશ્વાસ અને ખુલાસો આપવો પડે એ સંબંધ નહીં બંધન કહેવાય.
  • જીંદગી બદલવા માટે લડવું પડે છે અને જીંદગી સહેલી કરવા માટે સમજવું પડે છે.
  • મેળવવાની દોડમાં માણવાનું ના ભુલવું.
  • જે આપણને ગમે એવું કરતાં શીખી જાવ નહિ તો જે થાય એને ગમાડતા શીખો એટલે જીવન સરળ બની જાય.
  • ક્યારેક ક્યારેક..,મજબુત હાથો થી પકડેલી આંગળીયો પણ છુટી જાય છે કારણકે સંબંધો તાકત થી નહીં દિલથી નિભાવવાં પડે છે.
  • માણસ જ્યારે હથેળીમાં ભવિષ્ય શોધવા લાગે ત્યારે સમજી લેવું કે એનાં કાંડાની તાકાત ખતમ થઈ ગઈ છે.
  • થોડી ધીરજ રાખો,જીતી જશો કાં તો પછી કંઈક શીખી જશો.
  • ભેગાં થવું એ શરૂઆત છે, ભેગાં રહેવું એ પ્રગતિ છે અને ભેગાં કામ કરવું એ સફળતા છે.
  • સમય વીતી ગયા પછી લીધેલ સાચાં નિર્ણયની પણ કોઈ કિંમત હોતી નથી.
  • કોઈ પણ સંબંધ વિશ્વાસ કરતા એકબીજાની સમજણ પર ટકેલો હોય છે.
  •  કમાવા કરતા પચાવી રાખવું મહત્વનું છે.
  • દુઃખનો દસ્તાવેજ હોય કે સુખનું સોગંદનામું ધ્યાનથી જોશો તો નીચે સહી તમારી પોતાની જ હશે.
  •  આ સમયમાં કોઈ આપણાં પર આંગળી ચીંધે તો જવાબ આપવો જરૂરી છે પણ દરેક કે તે જ સમયે નહિં પરંતુ શ્રેષ્ઠ સમયે.
  • વિશ્વાસનો છોડ રોપતા પહેલા જમીન પારખી લેવી દરેક માટી ની ફિતરત વફાદાર નથી હોતી.
  •  કોઈની કમજોરીને હથિયાર બનાવવા કરતાં સ્વમાનભેર હારવામા કશું જ ખોટું નથી.
  • કોઈ પણ સંબંધમાં છેતરપિંડી ના કરાય ના ફાવે તો પ્રેમથી કહિને દુર થઈ જવાય.
  • ભરોસો જેટલો કિંમતી હોય છે, દગો એટલો જ મોંઘો થઈ જાય છે.
  • માણસની પાસે બહુ રૂપિયો થઈ જાય ત્યારે એને બહુરૂપયો બનતા વાર નથી લાગતી.
  • સૌથી સારી પ્રેરણાતો હ્દય પાસેથી લેવી જોઈએ કેમકે એમની સાથે રમે,બાળે છેતરે કે તોડે છતાં તે એનું કામ કરે જ રાખે છે.
  • બીજાનું પાણી માનવાની હિંમત ત્યારે જ કરવી જ્યારે આપણને તરતા આવડતુ હોય.
  •  વિવાદનો છેલ્લો ઉપાય માંફી જ છે કાં તો માફી માંગી લેવી અને કાં તો માફ કરી દેવા.
  • આજ કાલ વધારે તકલીફતો એ વાતની છે કે કોઈ સારુ છે તો એ સારુ કેમ છે...


Comments


  1. here we provide all types of quotes like a success quotes, love quotes, motivation quotes
    best quotes favorite your quotes copy and share your group
    welcome our instadailystuff

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

પ્રેમ Love