Posts

Showing posts from February, 2019

પ્રેમ Love

કોઈ સમજી શકે તો એક વાત કહું - પ્રેમ એ ગુણ છે, ગુનો નથી. કોઈ છોકરીને એના વ્યક્તિત્વથી વંચિત કરી નાખવી અને પોતાના વ્યક્તિત્વમાં ઓગાળી દેવી એનું નામ "પ્રેમ" છે. પ્રેમ એ ઝીરોની આગળ મુકાયેલો એકડો છે. પ્રેમનો અર્થ  એવો જરાય નથી થતો કે કોઈ વ્યક્તિ તમને એટલો જ પ્રેમ કરે જેટલો તમે એને કરો  છો ,પણ એનો અર્થ એવો થાય છે કે તમે જેટલો પ્રેમ કરી શકો એનાથી વધારે કરો. જેણે કદી પ્રેમ કર્યો નથી , એ કદી જીવ્યો નથી. ફક્ત પ્રેમભાવ કદી કોઈને સંતોષ આપી શકતો નથી,તમારે એને પ્રેમ કરવો પડે. પ્રેમ એટલે સમસ્યાનું નિરાકરણ લાવવનો શ્રેષ્ઠ ઉપાય. શું થઈ જતું હોય છે સંબંધોને ? માણસના જે ગુણ માટે તમે એને પ્રેમ કરો છો એ જ ગુણ સમય સાથે તમારા માટે પ્રશ્ન બની જતો હોય છે. પ્રેમ હોય તો બધી વ્યક્તિ ,બધી સ્થિતિ અનુકૂળ બની જાય છે. પ્રેમ ચંદ્ર જેવો હોય છે ,જયારે એ વધતો નથી ત્યારે ઘટતો હોય છે.  પ્રેમ હીરો છે ,એના માટે ભાવતાલ કરશો નહીં. યાદ યાદ બનીને રહે ત્યાં સુધી બહુ વહાલી લાગે છે. પણ જયારે એ યાદ એક ખાલીપો બનીને ચારે તરફ પડઘાવા લાગે ત્યારે ઘરની દિવાલો તમારી નજીક ખસવા માંડે છે. પ્રેમનું પંખી બે પાંખો વડે ઉડે

ગુજરાતી સુવિચાર Life Thought

Image
હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી કાના , હું માંગુ અને તું આપ એ વાત મને મંજુર નથી. શસ્ત્રોના ઘા રૂઝાય જાય પણ શબ્દોનાં ઘા જીવનભર રૂઝાતા નથી.   માન સન્માન ના કરો તો ચાલશે સાહેબ , પણ ક્યારેય કોઈનું પણ અપમાન ના કરતાં.  ઊંચાઈએ પહોંચવું મુશ્કેલ નથી , પરંતુ ઊંચાઈ પર ટકી રહેવું જ મુશ્કેલ છે. જીભને બટકું ભરાય જાય તો રૂઝાય  જાય, પરંતુ  જો જીભ થી ભરાય જાય તો ક્યારેય કયારેય રૂઝાય નહિ. કોઈ સાથે સંબંધો કેટલા પણ ખરાબ થઈ જાય તેને તોડીએ નહીં તો સારું કેમકે પાણી ગમે તેટલું ડોળુ હોય એનાંથી તરસ ન છીપાવી શકાય તો કંઈ નહીં પણ આગ તો ઓલવી જ શકાય.  મોટાં માણસનાં અભિમાન કરતાં નાના માણસની શ્રધ્ધા ધાર્યું કામ કરી જાય છે.  જો માત્ર અનુભવથી જ બધુ સમજમાં આવતું હોત ને તો આ દુનિયા મા હોશિયારી અને સમજદારી ની કોઈ કિંમત ત્ર  જ ના હોત.   માણસનું અડધું સૌંદર્ય,સાહેબ તેની જીભમાં હોય છે.  મુર્ખ લોકો પાસેથી વખાણ સાંભળવા કરતા, બુધ્ધીશાળી બુદ્ધિ લોકોનો ઠપકો સાંભળવો સારો.  બીજું કંઈ શીખો કે ન શીખો પણ પોતાની લાગણી ક્યાં વ્યક્ત કરવી અને ક્યાં છુપાવવી એ જરૂર શીખવું જોઈએ.