પ્રેમ Love
કોઈ સમજી શકે તો એક વાત કહું - પ્રેમ એ ગુણ છે, ગુનો નથી. કોઈ છોકરીને એના વ્યક્તિત્વથી વંચિત કરી નાખવી અને પોતાના વ્યક્તિત્વમાં ઓગાળી દેવી એનું નામ "પ્રેમ" છે. પ્રેમ એ ઝીરોની આગળ મુકાયેલો એકડો છે. પ્રેમનો અર્થ એવો જરાય નથી થતો કે કોઈ વ્યક્તિ તમને એટલો જ પ્રેમ કરે જેટલો તમે એને કરો છો ,પણ એનો અર્થ એવો થાય છે કે તમે જેટલો પ્રેમ કરી શકો એનાથી વધારે કરો. જેણે કદી પ્રેમ કર્યો નથી , એ કદી જીવ્યો નથી. ફક્ત પ્રેમભાવ કદી કોઈને સંતોષ આપી શકતો નથી,તમારે એને પ્રેમ કરવો પડે. પ્રેમ એટલે સમસ્યાનું નિરાકરણ લાવવનો શ્રેષ્ઠ ઉપાય. શું થઈ જતું હોય છે સંબંધોને ? માણસના જે ગુણ માટે તમે એને પ્રેમ કરો છો એ જ ગુણ સમય સાથે તમારા માટે પ્રશ્ન બની જતો હોય છે. પ્રેમ હોય તો બધી વ્યક્તિ ,બધી સ્થિતિ અનુકૂળ બની જાય છે. પ્રેમ ચંદ્ર જેવો હોય છે ,જયારે એ વધતો નથી ત્યારે ઘટતો હોય છે. પ્રેમ હીરો છે ,એના માટે ભાવતાલ કરશો નહીં. યાદ યાદ બનીને રહે ત્યાં સુધી બહુ વહાલી લાગે છે. પણ જયારે એ યાદ એક ખાલીપો બનીને ચારે તરફ પડઘાવા લાગે ત્યારે ઘરની દિવાલો તમારી નજીક ખસવા માંડે છે. પ્રેમનું પંખી બે પાંખો વડે ...